Saturday - May 16, 2026

મોરબીના ટીંબડી નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત

મોરબીના ટીંબડી નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત

મોરબી : મોરબી - માળીયા નેશનલ હાઇવે પર ટીંબડી પાટિયા પાસે આવેલ ભારત બેન્ઝ શોરૂમ સામે ગત તા.17ના રોજ રાત્રીના સમયે અજાણ્યા ટ્રક ચાલકે જીજે - 14 - એએચ - 9101 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મૂળ બોટાદ ગઢડાના વતની પરેશકુમાર માણસુરભાઈ હેરમાને હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના ભાઈ રણજીતભાઈ માણસુરભાઈ હેરમાએ અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.