Sunday - May 03, 2026

મોરબીના રવાપર ગામે વીરાગના રાણી લક્ષ્મીબાઈની 24 ફૂટ ઉંચી પ્રતિમા મુકાય

મોરબીના રવાપર ગામે વીરાગના રાણી લક્ષ્મીબાઈની 24 ફૂટ ઉંચી પ્રતિમા મુકાય

ક્રાંતિકારી સેનાએ તળાવ પાસે જામેલા ગંદકીના થર દૂર કરી વિશાળ વીરાંગના પાર્ક બનાવ્યું

મોરબી : મોરબીમાં પરત વખત ભારતની આઝાદીના લડવૈયા એવા ક્રાંતિકારીઓની યાદમાં રવાપર ગામના તળાવ પાસે વિશાળ વીરાંગના પાર્ક બનાવવામાં આવ્યું છે. આ વિરાગના પાર્કમાં નારી શક્તિનું બજોડ વ્યક્તિત્વ ધરાવતા વિરાગના ઝાસીની રાની લક્ષ્મીબાઈની પ્રતિમા મુકવામાં આવી છે. આ રાની લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ તકે આ મહાન ક્રાંતિકારીના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા અને તેમના વિચારોને આત્મસાત કરવાની હાકલ કરાઈ હતી.

મોરબીના રવાપર ગામે વીરાગના રાણી લક્ષ્મીબાઈની 24 ફૂટ ઉંચી પ્રતિમા મુકાય

મોરબીમાં મહાન ક્રાંતિકારી ઝાંસીની રાણીના બલિદાન દિવસે ક્રાંતિકારી સેના દ્વારા રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અંગે ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાળકોમાં ક્રાંતિકારીઓના વિચાર સિંચન થાય તેવા હેતુથી મોરબીમાં સુભાષચંદ્ર બોઝ, ચંન્દ્રશેખર આઝાદ, ભારતમાતા, અશોક સ્તંભ અને શહીદ ભગતસિંહની પ્રતિમા મુકવામાં આવી છે. આ રીતે મોરબીમાં કુલ છ જેટલા મહાન ક્રાંતિકારીઓની પ્રતિમા મુકવામાં આવી છે. આ તમામ ક્રાંતિકારીઓના બલિદાનથી જ  આપણા દેશને આઝાદી મળી છે. તેથી આવા વીર ક્રાતિકારીઓના બલિદાનને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. આથી આ ક્રાંતિકારીઓની પ્રતિમા જોઈને ભાવિપેઢી પણ ક્રાંતિકારીઓના વિચારોને જીવનમાં ઉતારીને દેશના એક  આદર્શ નાગરિક બને તેવો હેતુ છે. જો કે રવાપર ગામના તળાવ પાસે ભયકર ગંદકી હતી. આથી આ ગંદકીના થર દૂર કરીને રવાપર ગામના તવાવ પાસે વિરાગના પાર્ક બનાવ્યું છે. હવે આ પાર્કમાં બાળકો માટેના રમત ગમતના સાધનો મુકાશે.