15 દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે સ્થાનિકોને સાથે રાખીને આપે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
મોરબી : માળિયા (મિયાણા) શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જળબંબાકાર પુરની સ્થિતિ નિવારવા બાબતે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા (મિયાણા) મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આવેદન આપીને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
માળિયા (મિયાણા) શહેરમાં જળ બંબાકાર માનવસર્જિત પુરની પરિસ્થિતિ નિવારવા શહેરીજનો દ્વારા અવારનવાર લેખિત રજૂઆતો તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત અરજીઓ કરી રજૂઆતો કરી હતી. ત્યારે અનેક વખત રજૂઆતો અને આવેદનો આપ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. અને આ અત્યંત ગંભીર બાબતને તંત્ર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને તાલુકાના સ્થાનિકોને સાથે રાખીને આવેદન આપવામા આપ્યું છે અને સાથે જો 15 દિવસમાં યોગ્ય સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે સ્થાનિકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ઊંઘતા તંત્રને ચીમકી આપવામાં આવી છે.