Saturday - May 16, 2026

મોરબીમાં ચાર માસ પહેલા લગ્ન કરનાર 13 વર્ષની તરૂણીનો ગળેફાંસો !

મોરબીમાં ચાર માસ પહેલા લગ્ન કરનાર 13 વર્ષની તરૂણીનો ગળેફાંસો !

મોરબી : મોરબી શહેરના દલવાડી સર્કલ નજીક કપિલા હનુમાનજી મંદિર સામે ઝૂંપડામાં રહેતા મધ્યપ્રદેશના આદિવાસી પરિવારની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર બાવળમાં ઝાડમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી હતી.

મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતની અને હાલમાં દલવાડી સર્કલ પાસે કપિલા હનુમાનજી મંદિર સામે ઝૂંપડામાં રહેતા કાલિયાભાઈ વસુનિયાની 13 વર્ષની પુત્રી સમીરાબેને ગઈકાલે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર બાવળના ઝાડમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાના ચારેક માસ પૂર્વે લગ્ન કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.