Wednesday - Apr 22, 2026

મોરબી જિલ્લાનું ધો.12 સાયન્સનું 92.91 ટકા, સામાન્ય પ્રવાહનું 95.40 ટકા પરિણામ

મોરબી જિલ્લાનું ધો.12 સાયન્સનું 92.91 ટકા, સામાન્ય પ્રવાહનું 95.40 ટકા પરિણામ

મોરબી : ગુજરાત રાજ્યનું ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. બીજી તરફ મોરબી જિલ્લો સાયન્સમાં 92.91 ટકા પરિણામ સાથે સતત ત્રીજા વર્ષે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લાનું પરિણામ 95.40 ટકા આવ્યું છે.