ટંકારા તાલુકાનું ખાખરા ગામ ઘણા સમયથી ખાધેપીધે સુખી છે. આ ગામ આમ તો 300 વર્ષ જૂનું હોય પણ અગાઉ નોકરી ધંધા કે અન્ય સામાજિક કારણોસર શહેરીકરણ થયું હોય એટલે હવે 275નું મતદાન અને 650ની વસ્તી બચી હોય આટલી ઓછી વસ્તી હોવા છતાં આરોગ્ય સિવાય મોટાભાગની સુવિધાઓ હોવાથી મોટાભાગે વાંધો નથી..સરપંચ
ટંકારા તાલુકાનું ખાખરા ગામના સરપંચ શર્મિલાબેન રાજેશભાઈ રાઠોડ કહે છે કે, ગામલોકોનો આજે પણ ખેતી મુખ્ય વ્યવસાય અને કેનાલ અને ચેકડેમની સુવિધાઓ હોવાથી તમામ ખેડૂતો ત્રણે ત્રણ સિઝનનો પાક લઈ શકે છે અને ગામની ખેતી બારેમાસ હરિભરી લીલીછમ વનરાઈ જેવી હોવાથી ગામની શુદ્ધ હવા પ્રદુષિત થઈ નથી. ગામમાં પ્રાયમરી સ્કૂલ, ગામની અંદરના તમામ રસ્તા 100 ટકા સારા, ભૂગર્ભ ગટર, લાઈટ, પાણીની ભરપુર સગવડતા, ગામનો સમગ્ર કચરો વાળીને યોગ્ય જગ્યાએ નાશ કરી દેવામાં આવે છે. જ્યારે ખાખરાથી ટીબંડી અને ખાખરાથી થોરીયાળી ગામને જોડતા માર્ગ કાચા હોય પાકા માર્ગ બની જાય તો ગામલોકોની મોટી મુશ્કેલી હલ થઈ શકે એમ છે. જ્યારે ગામમાં સૌથી મોટી આરોગ્ય સુવિધાની કમી છે. વર્ષોથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગામલોકોને બાજુના ગામ કે ટંકારા સુધી લંબાવુ પડે છે.ઇમરજન્સી વખતે ગ્રામજનો ને મુશ્કેલી વેઠવી પડે છે..