Thursday - Oct 22, 2026

મોરબીના નવ ગામની 700 બાળાઓને લહાણી આપી પ્રોત્સાહિત કરાઈ

મોરબીના નવ ગામની 700 બાળાઓને લહાણી આપી પ્રોત્સાહિત કરાઈ

શક્તિ પૂજન અને શસ્ત્ર પૂજનના ઉપક્રમે સીમાવર્તી વિસ્તારોમાં સેવાકીય પહેલ

મોરબી : સીમા જાગરણ મંચ, મોરબી જિલ્લા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ દરમિયાન શક્તિ પૂજન અને શસ્ત્ર પૂજનના ઉપક્રમે સીમાવર્તી વિસ્તારોમાં નવરાત્રિમાં ભાગ લેનારી આશરે 700 બાળાઓને લહાણી અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ધાર્મિક પરંપરાઓનું જતન થાય અને બાળાઓમાં સંસ્કાર, સંસ્કૃતિ તથા શક્તિ આરાધના પ્રત્યેનો ભાવ વધુ દૃઢ બને તેવા હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી હતી.

મોરબીના નવ ગામની 700 બાળાઓને લહાણી આપી પ્રોત્સાહિત કરાઈ

લહાણી વિતરણ મોરબીના ઝીંઝુડા, બેલા, ઉટબેટ સામપર, બોડકી, માળિયા, દેવગઢ, વર્ષામેડી, બગસરા અને હરીપર એમ કુલ નવ ગામોમાં કરવામાં આવી હતી. નવરાત્રિ દરમિયાન ગરબી અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતી બાળાઓને પ્રોત્સાહન આપવાના આ પ્રયાસથી ગામડાંની દીકરીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. શક્તિ ઉપાસનાના પર્વને સામાજિક જોડાણ અને સંસ્કારના સંદેશ સાથે ઉજવવાના આ ઉપક્રમે સીમાવર્તી વિસ્તારોમાં નવરાત્રિના ઉત્સવને વધુ અર્થપૂર્ણ બનાવ્યો હતો.