Monday - Apr 27, 2026

હળવદના સુંદરગઢ ગામે જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે

હળવદના સુંદરગઢ ગામે જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે

હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી છ જુગારીઓને ઝડપી લઈ ગણનાપાત્ર કેસ શોધી કાઢી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી રોકડા રૂપિયા 31,620 કબ્જે કર્યા હતા.

હળવદ પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન સુંદરગઢ ગામે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી જેરામભાઈ મેરાભાઇ ચરમારી રહે. નવા સુંદરગઢ, કુકાભાઇ ગોરધનભાઈ ચરમારી રહે. નવા સુંદરગઢ, મુકેશભાઇ ભીખાભાઇ લોલાડીયા રહે. શીરોઇ, ધારાભાઈ દેવશીભાઇ રાતડીયા રહે. કડીયાણા, મહેશભાઇ બાલાભાઇ જીંજવાડીયા રહે. પાંડાતીરથ તેમજ મેહુલ ઉર્ફે મુન્નો લાલજીભાઈ પાટડીયા રહે. સુંદરગઢ નામના આરોપીઓ જાહેરમાં જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂ.31,620 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.