Wednesday - Apr 22, 2026

વાંકાનેરમાં વેપારી સાથે વ્યાપારિક અને પારિવારિક સંબંધો વિકસાવી કાજૂના ધંધામાં રોકાણના નામે 6 લાખ પડાવ્યા

વાંકાનેરમાં વેપારી સાથે વ્યાપારિક અને પારિવારિક સંબંધો વિકસાવી કાજૂના ધંધામાં રોકાણના નામે 6 લાખ પડાવ્યા

છેતરપિંડી આચરનાર રાજકોટના વેપારી વિરુદ્ધ ગુન્હો દાખલ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં જૂની દાણાપીઠમાં ડ્રાયફ્રુટનો વ્યાપર કરતા વેપારીએ વાંકાનેર તાલુકાના નવા કણકોટ ગામના યુવાન સાથે વ્યાપરિક અને પારિવારિક સંબંધો બનાવી કાજૂના ધંધામાં રોકાણ કરી ઉંચા નફાની લાલચ આપી છેતરપીંડી આચરતા પોલીસે ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર તાલુકાના નવા કણકોટ ગામે રહેતા ફરિયાદી અયુબભાઈ ઇસ્માઇલભાઈ શેરસિયા ઉ.32 નામના યુવાને વાંકાનેરની જૂની દાણાપીઠમાં ફાઈવસ્ટાર ડ્રાયફ્રૂટ નામની પેઢી ધરાવતા આરોપી સબીરહુસેન મહમદભાઈ કાસમાણી રહે.ન્યુ ઘાંચીવાડ, રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીએ પ્રથમ વ્યાપરિક અને પારિવારિક સંબંધો બનાવી કાજૂના ધંધામાં ઉંચો નફો કમાવાની લાલચ આપી પહેલા એક લાખ અને બાદમાં પાંચ લાખ બેંકમાં આરટીજીએસથી મેળવી લઈ આજદીન સુધી નાણાં પરત નહિ કરતા ઠગાઇ અંગે ફરિયાદ નોંધાવી હતી.