મોરબી : મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના ઇન્દિરાનગર ખારોપાટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી વરલી ફિચરનો જુગાર રમતા અને રમાડતા છ શખ્સોને રોકડા રૂપિયા 32 હજાર તેમજ વર્લી સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં ખારોપાટ પાસે આવેલ ડેકો કારખાનાની પાછળ જાહેર ખુલ્લી જગ્યામાં વર્લીફીચરના આંકડા લખી જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ક્રાઇમબ્રાન્ચની ટીમે દરોડો પાડી આરોપી જગદીશ હરીલાલ જોશી, રહે. મોરબી, પ્રકાશભાઇ મનુભાઇ વરાણીયા રહે.મોરબી, સુનીલ ધીરૂભાઇ સુરેલા, રહે. ઈંદીરાનગર મોરબી, મનિષભાઇ રાજુભાઇ સુરેલા, રહે.ઈંદીરાનગર મોરબી, સંજયભાઇ અવચરભાઇ જંજવાડીયા, રહે.વીસીપરા, મોરબી અને મનોજગર બટુકગર ગોસાઇ ઉ.વ.૩૮ રહે. વાવડીરોડ મોરબી વાળાઓને ઝડપી લઈ વર્લીફીચરના આંકડા લખેલ એક નોટબૂક તથા બોલપેન તેમજ રોકડ રૂ.32 હજાર કબ્જે કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમા જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.