*ગેસના ટેન્કરમાં છુપાવેલો હતો બીયરનો જથ્થો.
મોરબી:- સામખીયાળી ટોલનાકે ટેટ મોનિટરિંગ ટીમે એટલે કે એસએમસીએ એક ગેસના ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો 56.85 લાખનો બિયરનો જથ્થો પકડી પાડ્યો છે આ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
સામખિયાળી ટોલનાકા નજીક બિયરનો મોટો જથ્થો પકડવામાં એસએમસી ને સફળતા મળી છે.
મળતી માહિતી અનુસાર એસએમસી સેલના પીઆઈ જી.આર. રબારી અને પીએસઆઇ એસ.વી.ગળચરની ટીમને માહિતી મળી હતી કે સામખિયાળી ટોલનાકા પાસેથી એક બિયર ભરેલો ગેસ કન્ટેનર નીકળવાનો છે આ માહિતીના આધારે ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન ત્યાંથી આ ગેસ ટેન્કર નંબર GJ 06 AZ 5916 નીકળતા ગેસના ટેન્કરને અટકાવી તલાસી લેતા રૂપિયા 56,85,120 ની કિંમતના ₹24,192 ટીન બિયર મળી આવ્યા હતા,
જેથી ગેસના ટેન્કરના ચાલક વિજારામ લચ્છરામ સિયાગ રહેઠાણ નિમબાલકોટ બારમેરવાળાની ધરપકડ કરવામાં આવી હતી.
આ બિયરનો જથ્થો અને ટેન્કર મળી એસએમસીએ કુલ રૂપિયા 82.5 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે અનિલ કુમાર પંડ્યા અર્જુન તેમજ અન્ય ત્રણ શખ્સોની પ્રાથમિક સંડોવણી ખુલતા તેની સામે પણ સામખીયાળી પોલીસ મથકે ગુનો નોંધાવી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.