Saturday - May 16, 2026

નાળિયેર હેઠળના વિસ્તારનું વિસ્તરણ યોજના અંતર્ગત પ્રતિ હેક્ટરે 56 હજારની સહાય મળશે

નાળિયેર હેઠળના વિસ્તારનું વિસ્તરણ યોજના અંતર્ગત પ્રતિ હેક્ટરે 56 હજારની સહાય મળશે

મોરબી: નાળિયેર હેઠળના વિસ્તારને વધારવા અને નાળિયેરીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા 'નાળિયેર હેઠળના વિસ્તારનું વિસ્તરણ' યોજના હેઠળ બે સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર રૂ. 56 હજારની સહાય આપવામાં આવે છે.

જે ખેડૂતો અને સંસ્થાઓ જમીન ધરાવે છે અને વૈજ્ઞાનિક નાળિયેરની ખેતી પદ્ધતિઓ અપનાવીને ઓછામાં ઓછા 10 રોપા (0.08 હેક્ટર) નાળિયેરના રોપા વાવવા ઇચ્છુક છે, તેઓ આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા પાત્ર છે, જેમાં મહત્તમ 02 હેક્ટર (160 રોપા/હેક્ટર)નો સમાવેશ થાય છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓ, રોપાઓ રોપ્યા પછી, coconutboard.gov.in/docs/aepgujarat.pdf પર ઉપલબ્ધ પ્રથમ વર્ષની સબસીડીનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે.

અરજી ફોર્મમાં દર્શાવેલ અન્ય દસ્તાવેજો સાથે ભરેલી અરજીઓ નાળિયેર વિકાસ બોર્ડ, ગુજરાત રાજ્યના કેન્દ્ર, બી વિંગ, પહેલો માળ, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ, ગુજરાત - 362 001ને મોકલી શકે છે. બોર્ડ દ્વારા આ પ્રક્રિયા કર્યા પછી, સબસીડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. વધુ માહિતી માટે ગુજરાત રાજ્યના કેન્દ્રના ટેલિફોન નંબર 0285-2990230 ઉપર અથવા ઈ-મેઈલ આઈડી [email protected]" title="" target="">[email protected] દ્વારા સંપર્ક કરી શકાશે તેમ નાળિયેર વિકાસ બોર્ડની યાદીમાં જણાવાયું છે.