Sunday - Jul 12, 2026

મોરબીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ બનવા માટે 55ની દાવેદારી

મોરબીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ બનવા માટે 55ની દાવેદારી

સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે 42, સભ્ય માટે 217 તથા પેટા ચૂંટણીમાં સરપંચ માટે 13 અને સભ્ય માટે 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

મોરબી : મોરબી તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણી માટે ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સરપંચ અને સભ્યો બનવા માટે ઉમેદવારોની હોડ જામી હતી. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ બનવા 42, સભ્ય બનવા 217 તથા પેટા ચૂંટણીમાં સરપંચ બનવા 13 અને સભ્ય બનવા 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે.

મોરબી તાલુકાના અમરાપર (ના.), આમરણ, ઉંટબેટ શામપર , ઓમનગર, કેરાળી, કેશવનગર, ખારચીયા, ગીડચ, ગુંગણ, ધુનડા (સ.) જીવાપર (આ.), ડાયમંડનગર, ધુળકોટ, નવા સાદુળકા, નાગલપર, ફાટસર, બીલીયા, બેલા (આ.), રાજપર(કુંતાશી), રામપર (પાડાબેકર), લક્ષ્મીનગર, સોલંકીનગર, ઝીંઝુડા, ધરમપુર સહિતની 24 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજનાર છે. તથા 39 ગામો અને 61 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે.

મોરબી તાલુકામાં સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે 42, સભ્ય માટે 217 તથા પેટા ચૂંટણીમાં સરપંચ માટે 13 અને સભ્ય માટે 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. હવે આજે આ ફોર્મની ચકાસણી થશે. ત્યારબાદ તા.11ના રોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હશે. તા.22ના રોજ મતદાન થશે અને તા.25ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.