મોરબી : માળિયા (મિયાણા) તાલુકાના જસાપર ગામે આજે સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનું આયોજન ગામના સોનલ કૃપા ગ્રુપ જસાપર દ્વારા કરવામાં આવ્યું હતું, જે છેલ્લા ચાર વર્ષથી સતત આ ધાર્મિક કાર્યક્રમ યોજી રહ્યું છે. સોનલ કૃપા ગ્રુપે ગામના અંદાજિત 500 મજૂર ભાઈ-બહેનો માટે ભોજન પ્રસાદનું આયોજન કર્યું હતું. સમૂહ ભોજનના આ આયોજન દ્વારા માઁ સોનલ બીજની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.