Monday - Jul 06, 2026

મોરબીમાં બે PSIની બદલી સામે અન્ય જિલ્લામાંથી 4 Psi ની નિયુક્ત

મોરબીમાં બે PSIની બદલી સામે અન્ય જિલ્લામાંથી 4 Psi ની નિયુક્ત

પોલીસ વિભાગમાં એક પછી એક બઢતી અને બદલીના ઓર્ડર થઈ રહ્યા છે. ગઈ કાલે સાંજે  રાજ્યના 182 PSIની બદલીના હુકમ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા સંદીપકુમાર પટેલને અમદાવાદ ગ્રામ્ય અને મુળુભા ધાંધલની રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ભાવનગરથી હરેશકુમાર તિવારી, છોટા ઉદેપુરથી અલ્પાબેન સાંગાણી, રાજકોટ શહેરથી હિરેન ગઢવી અને પાટણથી વાણિયા નીરવને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે.