Monday - Sep 21, 2026

વાંકાનેરના ભલગામ નજીક જાહેરમાં જુગાર રમતા 4 પકડાયા

વાંકાનેરના ભલગામ નજીક જાહેરમાં જુગાર રમતા 4 પકડાયા

મોરબી : વાંકાનેર તાલુકાના ભલગામ ગામની સીમમાં સ્મશાન પાસે ખરાબામાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને વાંકાનેર પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે ભલગામ ગામની સીમમાં સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા વસુભાઈ રઘુભાઈ ભાલીયા (રહે. ભલગામ, તા. વાંકાનેર), લાખાભાઈ મનુભાઈ મેવાળા (રહે. મેસરીયા, તા. વાંકાનેર),, નિલેશભાઈ દેવજીભાઈ કારડીયા (રહે. કોઠારીયા સોલવન્ટ, રાજકોટ) અને સુરેશભાઈ રાજુભાઈ પરમાર (રહે. મેસરીયા, તા. વાંકાનેર) નામના 4 શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 13,700 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ 4 આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.