Saturday - Jul 04, 2026

કચ્છથી માળિયા થઈને અમદાવાદ કતલખાને ધકેલાતા 32 અબોલ પશુઓને બચાવાયા

કચ્છથી માળિયા થઈને અમદાવાદ કતલખાને ધકેલાતા 32 અબોલ પશુઓને બચાવાયા

મોરબી : આજે તારીખ 23 જાન્યુઆરીના રોજ વહેલી સવારે મોરબી અને હળવદના ગૌરક્ષક વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળના કાર્યકરોએ કતલખાને લઈ જવાતા 32 જીવો બચાવ્યા છે. મોરબી અને હળવદ ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકને માહિતી મળી હતી કે, કચ્છ થઈને માળિયા થઈને અમદાવાદ કતલ કરવાના ઈરાદે જીવ એક ગાડી જેના નંબરGJ 23.V. 4648 માં ભરીને કતલખાને લઈ જવાના છે. કચ્છ બાજુથી માળિયા થઈને અમદાવાદ જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે લઈ જવામાં આવતા હોય તેની હકીકત માહિતી મળતા ગૌરક્ષકો વોચમાં બેઠા હતા. ત્યારે બાતમી મુજબની ગાડી માળિયા બાજુથી આવતા હળવદ પોલીસના સહયોગથી રોકાવીને ચેક કરતા 32 જીવોને ક્રુરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવતા હતા. જેથી વાહનચાલકની પુછપરછ કરતાં તેની પાસે કોઈ પરમિટ ન હોવાનું જણાયું હતું. ત્યારબાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી. આમ ગૌરક્ષકોએ પોલીસની મદદથી 32 જીવોને બચાવ્યા હતા.