Saturday - May 16, 2026

નવજીવન વિદ્યાલય અને ન્યૂ એરા સ્કૂલના 3 વિદ્યાર્થીઓએ આતંર રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો

નવજીવન વિદ્યાલય અને ન્યૂ એરા સ્કૂલના 3 વિદ્યાર્થીઓએ આતંર રાષ્ટ્રીય કક્ષાએ  ઉત્કૃષ્ટ દેખાવ કર્યો

મોરબી : તારીખ 27 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી હોંગકોંગ મુકામે ટેકવોન્ડો રમતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મોરબીના 3 વિદ્યાર્થીઓએ ભાગ લઈને મોરબી જિલ્લાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે.

નવજીવન વિદ્યાલય અને ન્યૂ એરા સ્કૂલના 3 વિદ્યાર્થીઓએ આતંર રાષ્ટ્રીય કક્ષાએ  ઉત્કૃષ્ટ દેખાવ કર્યો

હોંગકોંગ ખાતે યોજાયેલી ટેકવોન્ડો રમતમાં 1200 જેટલા આંતરરાષ્ટ્રીય સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત સરકારે મોરબીમાં આવેલી નવજીવન વિદ્યાલય તથા ન્યૂ એરા સ્કૂલના 3 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદગી થયેલા ત્રણેય વિદ્યાર્થીઓએ પોતાની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી મોરબીને ટેકવોન્ડોની રમતમાં આંતરરાષ્ટ્રીય ઓળખ સાથે મોરબીનું ગૌરવ વધાર્યું છે. આ માટે શાળા સંચાલક હાર્દિકભાઈ પાડલિયા તથા મોરબી જિલ્લાના રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ તથા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ડી.બી. પાડલિયાએ આ ત્રણેય બાળકોને રૂબરૂ મળી પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા

નવજીવન વિદ્યાલય અને ન્યૂ એરા સ્કૂલના 3 વિદ્યાર્થીઓએ આતંર રાષ્ટ્રીય કક્ષાએ  ઉત્કૃષ્ટ દેખાવ કર્યો