ટંકારા : ટંકારા નજીક દેવકુંવર શૈક્ષણિક સંકુલ પાસે રાજકોટ હાઇવે ઉપર ગત રાત્રીએ કારે સીએનજી રિક્ષાને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જાયો હતો. જેમા રાજકોટ તરફ જતા 3 મુસાફરો ઘાયલ થયા હતા. ઘટના નજરે જોનારા લોકોએ કાર ચાલલે બેફામ નશો કર્યો હોવાનું જણાવ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક અંધારામાં ઓગળી ગયો હતો.