Sunday - Jun 28, 2026

મોરબી અને માળીયામાં લુડો, વરલી જુગારનો રમતા 3 ઝડપાયા

મોરબી અને માળીયામાં લુડો, વરલી જુગારનો રમતા 3 ઝડપાયા

મોરબી : મોરબી અને માળીયા પોલીસે જુગારના અલગ અલગ બે દરોડા પાડ્યા હતા.જેમાં મોરબી શહેરની અવની ચોકડીએ જાહેરમાં મોબાઈલ ફોનમાં લુડો ગેમ પર જુગાર રમતા બે આરોપીઓને તેમજ માળીયા મિયાણા પોલીસે મોટી બજારમાં જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા એક શખ્સને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે અવની ચોકડી નજીક કેનાલ પાસે રૂ.5000ની કિંમતના મોબાઈલ ફોનમાં લુડો ગેમ રમી રહેલા આરોપી મહંમદ ઇલ્યાસ સાઈબાની રહે.કબીર ટેકરી અને આરોપી મનીષ જયકીશનભાઈ અનાવાડિયા રહે.અવની ચોકડી વાળાને રોકડા રૂપિયા 10,250 સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.જ્યારે માળીયા મિયાણા પોલીસે મોટી બજારમાં જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા આરોપી કરશનભાઇ સુરજભાઈ પરસુંડા રહે.જુના રેલવે સ્ટેશન વાળાને રોકડા રૂ.320 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.