Sunday - May 10, 2026

મોરબીમાં વિદેશી દારૂના બે દરોડામાં 3 પકડાયા

મોરબીમાં વિદેશી દારૂના બે દરોડામાં 3 પકડાયા

મોરબી તાલુકા પોલીસે બાદનપર તેમજ લીલાપર ગામમા બાતમીને આધારે બે અલગ - અલગ દરોડાની કાર્યવાહી કરી ત્રણ શખ્સોને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 166 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકા પોલીસે પ્રથમ દરોડામાં બાદનપર ગામની સીમમાં દરોડો પાડી વિમલ મુળજીભાઈ જાદવ ઉ.40 નામના શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 34 બોટલ કિંમત રૂપિયા 23,324 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે લીલાપર ગામના ઝાપા પાસેથી આરોપી ભરત તુલસીભાઈ રાઠોડ અને આરોપી અમિત જગદીશભાઈ પરમાર નામના શખ્સને વિદેશી દારૂની 180 મીલી માપના 132 બોટલ ચપલા કિંમત રૂપિયા 11,616 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.