Tuesday - May 05, 2026

મોરબીના સૌથી મોટા કેસરબાગને સ્માર્ટ પાર્ક તરીકે વિકસાવવાના પ્રોજેક્ટનું 25% કામ પૂર્ણ

મોરબીના સૌથી મોટા કેસરબાગને સ્માર્ટ પાર્ક તરીકે વિકસાવવાના પ્રોજેક્ટનું 25% કામ પૂર્ણ

ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી કમ્પાઉન્ડ વોલ અને સુરક્ષા કેબિનનું પાયાનું કામ, સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક, ગ્રાઉન્ડ લેવલિંગમાં સ્ટોન વોક-વે, ડ્રેનેજ સિસ્ટમ માટેનું માર્કિંગ અને લેવલિંગ પૂર્ણ

મોરબી : મોરબી શહેરના વિકાસમાં નવું છોગું ઉમેરતા મોરબી મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ કેસરબાગને સ્માર્ટ પાર્કની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટનું 25 ટકા જેટલું ભૌતિક કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટમાં વહીવટી સરળતા માટે વોર્ડ ઓફિસ અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે આધુનિક બગીચાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
 

મોરબીના સૌથી મોટા કેસરબાગને સ્માર્ટ પાર્ક તરીકે વિકસાવવાના પ્રોજેક્ટનું 25% કામ પૂર્ણ

કેસરબાગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી કમ્પાઉન્ડ વોલ અને સુરક્ષા કેબિનનું પાયાનું કામ તેમજ સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક પૂર્ણતાના આરે છે. ગ્રાઉન્ડ લેવલિંગમાં સ્ટોન વોક-વે અને ડ્રેનેજ સિસ્ટમ માટેનું માર્કિંગ અને લેવલિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હરિયાળી માટેની તૈયારીમાં ડ્રિપ ઈરિગેશન અને સ્પ્રિંકલર સિસ્ટમ માટેની પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે
આગામી તબક્કાની સુવિધાઓમાં યોગા એરિયાનું ફ્લોરિંગ, બાળકો માટેના પ્લે-ગાર્ડન ઇક્વિપમેન્ટ્સની ફિટિંગ અને પ્રતિમા સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ મેટલ બેન્ચીસ અને સુશોભિત વૃક્ષોના વાવેતરની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ મોરબીવાસીઓને એક જ સંકુલમાં વહીવટી કામગીરી, વાંચન અને માનસિક શાંતિ માટેનું શ્રેષ્ઠ સ્થળ પ્રાપ્ત થશે. તેવું મનપાએ જણાવ્યું છે.