Sunday - Jun 28, 2026

માળિયા (મી) હાઇવે ઉપર પાવડરની આડમાં 2256 બીયર ભરેલો ટ્રક ઝડપાયો 33.45 લાખનો મુદામાલ સાથે એકની ધરપકડ

માળિયા (મી) હાઇવે ઉપર પાવડરની આડમાં 2256 બીયર ભરેલો ટ્રક ઝડપાયો

33.45 લાખનો મુદામાલ સાથે એકની ધરપકડ

માળિયા હાઇવે રોડ ઉપર આવેલ આરામ હોટલ પાસેથી પસાર થયેલ ટ્રકને એલસીબીએ રોકીને તલાશી લેતા ટ્રકમાં માટી પાવડરની બોરીઓની આડમાં બિયરનો જથ્થો લઈ આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે 2256 બિયરના ટીન તથા અન્ય મુદ્દા માલ મળીને કુલ 33,45,166 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ટ્રક ડ્રાઇવરની હાલમાં ધરપકડ કરેલ છે તેમજ માલ મોકલાવનાર અને મંગાવનારનું પણ નામ સામે આવ્યું હોય હાલમાં બંને શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાને મળેલ બાતમી આધારે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટિમ માળીયા કચ્છ હાઇવે ઉપર વોચમાં હતી ત્યારે માળીયા હાઇવે રોડ ઉપર આવેલ આરામ હોટલની સામેથી જઈ રહેલા ટ્રક નંબર આરજે 14 જીએચ 2137ને રોકીને પોલીસે ચેક કરતા તે ટ્રકમાં માટી પાવડરની બોરીઓની નીચે બિયરના જથ્થાને છુપાવી લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ટ્રકમાં ભરવામાં આવેલ 2256 બિયરના ટીન જેની કિંમત 2,82,000 તથા મોબાઈલ ફોન ગાડી અને 35,740 ટન માટી પાવડર આમ ફુલ મળીને 33,45,166 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી ટ્રક ડ્રાઇવર ટીકારામ પોખરામલ વર્મા (34) રહે. હાલ અલગોઇ તાલુકો ખંડેલા રાજસ્થાન વાળાની ધરપકડ કરી છે. તેની પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો મોકલાવનાર અને મંગાવનાર તરીકે રોહિત નામ સામે આવ્યું છે જેથી બંને શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે માલ મોકલાવનાર તથા મંગાવનારને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે