Thursday - Oct 15, 2026

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ આયોજિત વેલકમ નવરાત્રીમાં 200 ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ આયોજિત વેલકમ નવરાત્રીમાં 200 ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી

દાતાઓનું અભિવાદન અને વિજેતાઓને ઇનામો અપાયાં

મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ, મોરબી દ્વારા સતત ચોથા વર્ષે સામાકાંઠે ઉમા ટાઉનશીપ સામે આવેલા મા ગરબીના પટાંગણમાં ‘વેલકમ નવરાત્રી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં અંદાજે 200 ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લઈ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમ દરમિયાન દાતાઓ અને સંસ્થાના સભ્યોનું અભિવાદન કરવામાં આવ્યું હતું, જ્યારે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર ખેલૈયાઓને ઇનામો પણ આપવામાં આવ્યાં હતાં.

નવરાત્રીના આ આયોજનને સફળ બનાવવામાં મા ગરબી મંડળના સંચાલક ડો. જયરાજસિંહજી જાડેજા અને તેમની ટીમનો સહયોગ રહ્યો હતો. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તરફથી પણ નવરાત્રીના આયોજનમાં યોગદાન આપવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઇલેક્ટ્રિક બાઇકના સ્પોન્સર તરીકે સંસ્થાનાં વાઇસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરા અને કાજલબેન આદ્રોજાનું યોગદાન રહ્યું હતું.

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ આયોજિત વેલકમ નવરાત્રીમાં 200 ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી

સંસ્થાનાં ફાઉન્ડર શોભનાબા ઝાલા દ્વારા આયોજનમાં સહયોગ આપનારા તમામ દાતાઓ અને સભ્યોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સંસ્થાનાં પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ દ્વારા મોટા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસ્થાનાં પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયા સહિત સોનુબેન કોટક, મંજુબેન સિંગલ, શોભનાબેન કણસાગરા, દિવ્યાબેન છગ, મનિષાબેન ગણાત્રા, પારૂલબેન પરમાર, હીનાબેન પંડ્યા, નિમિષાબેન ખન્ના, આરતીબેન, કોમલબેન આચાર્ય અને ચંદાબેન કાબરા તરફથી ઇનામો આપવામાં આવ્યાં હતાં.

સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સંસ્થાનાં ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા અને સિનિયર મેમ્બર નીલાબેન કારિયાનો વિશેષ સહયોગ રહ્યો હતો. રજિસ્ટ્રેશન કમિટીમાં હીનાબેન પરમાર, આરતીબેન, કોમલબેન આચાર્ય, કાજલબેન મહેતા, કામિનીબેન સિંગ, માનસીબેન હિરાણી, જાનકીબેન કાસુન્દ્રા, સુનિતાબેન દોશી અને પાયલબેન આશરે જવાબદારી સંભાળી હતી. સંસ્થાનાં પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાએ આયોજનમાં સહભાગી થયેલા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ આયોજિત વેલકમ નવરાત્રીમાં 200 ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી

કાર્યક્રમમાં ઉમા બ્યુટી પાર્લરનાં સંચાલક ઉમાબેન સોમૈયા તરફથી ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યાં હતાં. રાજકોટથી નિધિ દવે અને ડો. રિશિતા જોષીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી, જ્યારે હેલી કોટેચાએ પોતાની આગવી શૈલીમાં એન્કરિંગ કરીને કાર્યક્રમને સંચાલિત કર્યો હતો. ખેલૈયાઓના ઉત્સાહ અને સભ્યોના સહયોગથી ‘વેલકમ નવરાત્રી’નું આયોજન સંપન્ન થયું હતું.

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ આયોજિત વેલકમ નવરાત્રીમાં 200 ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી