Sunday - Jul 05, 2026

મોરબીના મકનસર ગામે દબાણો હટાવી 15 એકર જમીન ખુલ્લી કરાઈ

મોરબીના મકનસર ગામે દબાણો હટાવી 15 એકર જમીન ખુલ્લી કરાઈ

મોરબી : મોરબી શહેરમાં મનપાએ ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધા બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી જમીન ઉપર ખડકાયેલા ગેરકાયદે દબાણો સામે ગ્રામ્ય મામલતદારે ડીમોલેશનનું શસ્ત્ર ઉગામ્યુ છે. મોરબીના મકનસર ગામે આજે ગેરકાયદે દબાણો દૂર કરવા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને મકનસર ગામે ખડકાયેલા 10 જેટલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી 15 એકર જેટલી સરકારી જગ્યા ખુલી કરાવવામાં આવી હતી.

 

મોરબીના મકનસર ગામે દબાણો હટાવી 15 એકર જમીન ખુલ્લી કરાઈ

મોરબી ગ્રામ્ય મામલતદારની ટીમેં અગાઉ મોરબી તાલુકાના મકનસર ગામે સરકારી જગ્યામાં ગેરકાયદે ખડકાયેલા 15 જેટલા દબાણોને સ્વૈચ્છિક રીતે હટાવી લેવાની નોટિસ ફટકારતા 15માંથી 5 જેટલા દબાણકારોએ સ્વેચ્છાએ પોતાની જગ્યા ખાલી કરીને દબાણો હટાવી લેતા બાકીના દબાણો દૂર કરવા આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. હતી અને બાકીના વધેલા 10 જેટલા દબાણો ઉપર ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ રીતે કુલ મળીને 15 જેટલા દબાણો હટી જતા 15 એકર જેટલી સરકારી જમીન ખુલ્લી થઈ ગઈ છે. તેમજ હવે પછી ગ્રામ્ય મામલતદારની ટિમ દ્વારા મોરબીના જાંબુડીયામાં ડિમોલેશન હાથ ધરવામાં આવશે. તેમજ મોરબીના ત્રાજપર ગામે પણ દબાણકારો નોટિસો ફટકારી છે.એટલે ત્યાં ટુક સમયમાં દબાણો સ્વૈચ્છિક રીતે નહિ હટે તો ડીમોલેશન કરવામાં આવશે.