Saturday - May 02, 2026

મોરબી જિલ્લાની કૃષિ કોલેજ માટે 13.84 કરોડની મંજૂરી

મોરબી જિલ્લાની કૃષિ કોલેજ માટે 13.84 કરોડની મંજૂરી

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજુઆતને ધ્યાને લઈ મોરબી જીલ્લાની કૃષિ કોલેજ માટે રૂપિયા ૧૩.૮૪ કરોડની મંજુરી મળી છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા મોરબી જીલ્લામાં નવી કૃષિ કોલેજ મંજુર કરેલ હતી. જેના અનુસંધાને વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં મોરબી જીલ્લામાં નવી કૃષિ કોલેજના ભવન માટે તેમજ બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ અને મહેકમ માટે રૂપિયા ૧૩.૮૪ કરોડની મંજુરી આપવામાં આવેલ છે. તે બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ છે. તેમજ કૃષિ કોલેજનું નવુ ભવન બનતા મોરબી જીલ્લામાં ખેડુતો તથા વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી બનશે. તેમ જણાવ્યું હતું.