સંપાદન - પરમ જોલાપરા
આ મંડળ ની સ્થાપના આશરે ઈ. સ. 1902 માં મંડળના નાયક સ્વ.હીરજી ભાઇ અને કેશવજી ભાઇ બન્ને ભાઈઓ દ્વારા કરેલી અને થોડા જ વખત માં ખૂબ ખ્યાતિ પામેલું આ મંડળ આજે પણ લોકહૈયે ખૂબ જ ચાહના ધરાવે છે. ત્યાર બાદ આ મંડળના નાયક સ્વ. મણિલાલ હીરજીભાઈ અગોલાની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડ ઉપરાંત સમગ્ર ભારત દેશ ના અનેક રાજ્યોમાં તથા ઈરાન ઇંગ્લેન્ડ અમેરિકા વેસ્ટ ઇન્ડિઝ,લંડન જેવા દેશોમાં પણ ગુજરાત ની લોક્ સંસ્કૃતિ ભવાઈ પોતાની આગવી કલા દ્વારા રજૂ કરેલીછે.
તત્કાલીન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌરવ પુરસ્કાર સ્વ. મણિલાલભાઈ ને અર્પણ કરવામાં આવેલ. આ મંડળના નાયક સ્વ. મણિલાલ ભાઈ અગોલા ના ગુરુપદે કલાકાર સ્વ. ભરતભાઈ મણિલાલ અગોલા, એ ભવાઈ ની જૂનામાં જુની કલા એટલે કે છતર મોતી નકતાની કલા ,શીશા નૃત્ય ની કલા, સાત પ્રકારના ઘુઘરા ની કલા તેમજ આ મંડળ ના પ્રખ્યાત ભવાઈ વેશ જેવા કે મૈયારીનો વેશ ,જસમા ઓડણ ,કાન ગોપી, રામ વનવાસ, કન્યા વિક્રય , લાલ બટાઉ -છેલ બટાઉ વગેરે જેવા નાટકો થી આ કલા ને જીવંત રાખેલી છે.
ગામડે ગામડે જઈ સમાજમાં પ્રસરેલા કુરિવાજો ને દૂર કરી સમાજ સુધારણા આ મંડળે કરેલા છે.મધ્યપ્રદેશ ભોપાલ સરકાર દ્વારા આ મંડળ ને તુલસી સન્માન થી સન્માનિત કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ભારત સરકાર અને. ગુજરાત સરકાર દ્વારા તેમજ અન્ય રાજ્યો ની સરકારશ્રી તથા સંસ્થાઓ દ્વારા શ્રી હીરજી કેશવજી ભવાઈ મંડળ ને અનેક એવોર્ડ્સ અને સન્માન પ્રાપ્ત થયેલા છે.
થોડા સમય પહેલા ઉતર પ્રદેશ રાજ્ય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની હાજરી માં અયોધ્યા રામજન્મભૂમિ ખાતે નાયક શ્રી ભરતભાઈ અગોલાની આગેવાની માં ભવાઈ કલા રજૂ કરવામાં આવી હતી. હાલ માં જ આ મંડળ ના નાયક સ્વ. ભરતભાઈ મણિલાલ અગોલા ને ગુજરાત રાજ્ય ના કલા જગત નો શ્રેષ્ઠ ગુજરાત ગૌરવ પુરસ્કાર - 2022 આપવામાં આવેલ છે.આ મંડળ 124 વર્ષ થી અવિરત ભવાઈ કલા દ્વારા લોકોમાં મનોરંજન અને સમાજ સુધારણા કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના તત્કાલિન એલ.ચી., ભારતના તત્કાલિન વડાપ્રધાન, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી સહિત આસામ સરકાર, મધ્યપ્રદેશ ભોપાલ સરકાર દ્વારા તુલસી સન્માન, ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર, રાજસ્થાન સરકાર દ્વારા સન્માન, સિક્કિમ રાજ્ય સરકાર દ્વારા સન્માન, ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા સન્માન વગેરે જેવા એવોર્ડથી આ મંડળના કલાકારો સન્માનિત થયા છે.
સંપાદન - પરમ જોલાપરા