Saturday - May 16, 2026

મોરબીમાં શ્રમદાન ફોર અભિયાન હેઠળ SP કચેરી પાછળ 12 ટન કચરાનો નિકાલ

મોરબીમાં શ્રમદાન ફોર અભિયાન હેઠળ SP કચેરી પાછળ 12 ટન કચરાનો નિકાલ

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજે SP કચેરીની પાછળના રોડ પર 'શ્રમદાન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રમદાન કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશ્નર, મહાનગરપાલિકાના સ્ટાફ, ઉમા ટાઉનશીપ બ્લડ ડોનેશન એસોસીએશનના સભ્યો તથા સ્થાનિક નાગરિકો સહિત અંદાજિત ૧૫૦ લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

મોરબીમાં શ્રમદાન ફોર અભિયાન હેઠળ SP કચેરી પાછળ 12 ટન કચરાનો નિકાલ
મોરબીમાં શ્રમદાન ફોર અભિયાન હેઠળ SP કચેરી પાછળ 12 ટન કચરાનો નિકાલ

સફાઈ અભિયાન દરમિયાન ૨૦ હાથલારી, ૬ ટ્રેક્ટર અને ૩ લોડર જેવા સાધનોની મદદથી અંદાજિત ૧૨ ટન સોલિડ વેસ્ટ અને બાંધકામ સંબંધિત કચરાનો સફળતાપૂર્વક નિકાલ કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મોરબી મહાનગરપાલિકાએ સ્વચ્છતા જાળવવા માટે "શ્રમદાન ફોર મોરબી"નું વાર્ષિક કેલેન્ડર તૈયાર કર્યું છે, જે હેઠળ નિયમિત સફાઈ કાર્યક્રમો યોજાશે. નાયબ કમિશ્નર દ્વારા તમામ મોરબીવાસીઓને આગામી શ્રમદાન કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા માટે અપીલ કરાઈ છે.