Monday - Oct 05, 2026

મોરબીના એડવોકેટ મિતેશભાઇ દવેના હસ્તે દાદીની પુણ્ય સ્મૃતિમાં શૈક્ષણિક કીટ વિતરણ.

મોરબી: ​મોરબી ન્યુમિસમેટિક ક્લબના સ્થાપક ચેરમેન અને એડવોકેટ મિતેષભાઈ દવેના હસ્તે તેમના દાદીમા સ્વ.ત્રિવેણીબેન હર્ષદરાય દવેની ૨૦મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના એડવોકેટ મિતેશભાઇ દવેના હસ્તે દાદીની પુણ્ય સ્મૃતિમાં શૈક્ષણિક કીટ વિતરણ.

આ અવસરે કૃષ્ણનગર તા.માળિયા (મી.) પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એડવોકેટ  મિતેષભાઈ દવેએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
 
મોરબીના એડવોકેટ મિતેશભાઇ દવેના હસ્તે દાદીની પુણ્ય સ્મૃતિમાં શૈક્ષણિક કીટ વિતરણ.
મોરબીના એડવોકેટ મિતેશભાઇ દવેના હસ્તે દાદીની પુણ્ય સ્મૃતિમાં શૈક્ષણિક કીટ વિતરણ.

આ કાર્યક્રમમાં શાળાના પ્રધાનાચાર્ય નીતાબહેન દવે પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા, જેમણે આ ઉમદા કાર્ય બદલ મિતેષભાઈ દવેનો આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકોને શુભકામનાઓ પાઠવી હતી.