Wednesday - Nov 05, 2025

મોરબીમાં બે સ્થળેથી જુગાર રમતા 11 ઝબ્બે

મોરબીમાં બે સ્થળેથી જુગાર રમતા 11 ઝબ્બે

મોરબી : મોરબી શહેરના મહેન્દ્રપરા અને ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં સીટી એ ડીવીઝન અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડા પાડી 11 પતાપ્રેમીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 45,720 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે મહેન્દ્રપરા વિસ્તારમાં રામાપીર મંદિર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી યશભાઇ હિરાભાઇ ખીટ, વિક્રમભાઇ રમેશભાઇ પરસાડીયા, હિતેષભાઇ રમેશભાઇ પરમાર, સુનીલભાઇ ધનજીભાઇ નકુમ, રવિભાઇ દેવાભાઇ ડાભી, યોગેશભાઇ હરીભાઇ પરમાર, મનીષભાઇ દેવકરણભાઇ ખાણધર અને કિશનભાઇ હિતેષભાઇ ઉર્ફે છગનભાઇ ડાભીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 43,700 કબ્જે કર્યા હતા.

બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ઇન્દિરાનગરમાં આવેલ મંગલમ વિસ્તારમાં દરોડો પાડી આરોપી ગજાભાઈ રામજીભાઈ સાતોલા, રોહિતભાઈ કેશુભાઈ કુંવરિયા અને આરોપી લગધીરભાઈ મુસાભાઈ સોલંકીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2020 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.