Wednesday - Nov 05, 2025

મોરબીમાં બે સ્થળેથી વિદેશી દારૂ સાથે બે ઝબ્બે

મોરબીમાં બે સ્થળેથી વિદેશી દારૂ સાથે બે ઝબ્બે

મોરબી સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડામાં બે આરોપીઓને વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. જેમાં પ્રથમ દરોડામાં જુના બસસ્ટેન્ડ પાસેથી એ ડિવિઝન પોલીસે આરોપી પિયુષ ગોપાલભાઈ મેરજા રહે.નારાયણનગર, શનાળા રોડ વાળાને વિદેશી દારૂની 180 મીલીની એક બોટલ કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે સો ઓરડી પાસેથી આરોપી હિતેશ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજેશભાઇ મુંધવા રહે.શોભેશ્વર રોડ મોરબી વાળાને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 5200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.