મોરબી : મોરબીમાં બે વર્ષ પૂર્વે 11 વર્ષની તરુણીનું અપહરણ કરી જઈ જાતીય હુમલો દુષ્કર્મ કરનાર નરાધમને પોકસો કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સાથે ભોગ બનનાર સગીરાને રૂ.6 લાખનું વળતર આપવા પણ હુકમ કર્યો છે.
વર્ષ 2023ના એપ્રિલ મહિનામાં મોરબી નજીક આવેલા એક કારખાનામાં રહેતી 11 વર્ષની તરૂણીને આરોપી કાળુભાઈ ગોપાલભાઈ પુંજાભાઈ તાહેડ જાતીય સતામણી કરવાના ઈરાદે લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ આરોપીએ ભોગ બનનાર સગીરા સાથે વારંવાર ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો કર્યો હતો. જે મામલે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ કેસ પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદ એટલે કે બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે રૂ.35 હજારનો દંડ ફટકાર્યો છે. વધુમાં કોર્ટે ભોગ બનનારને રૂ.6 લાખ તથા આરોપી જે દંડની રકમ આપે તે રૂ.35 હજાર મળી કુલ રૂ.6.35 લાખ વળતર પેટે આપવા હુકમ કર્યો છે.