મોરબીના સીરામીક ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદીને કારણે હવે 100 જેટલા યુનિટોને સ્વૈચ્છિક શટડાઉન કરવું પડ્યું છે.જન્માષ્ટમીના તહેવારોમાં 100 એકમો બંધ થતાં હાજરો મજૂરોની રોજીરોટી પર ઘેરી અસર થઈ છે. હાલ આ 100 સીરામીક કારખાનામાં માલનો ભરાવો થતા બંધ કરી દેવા પડ્યા છે. ગોડાઉનમાં ઉત્પાદિત માલ રાખવાની જગ્યા ન હોવાથી હાલ આ સીરામીક કારખાના બંધ કર્યા બાદ ક્યારે શરૂ થશે એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સ્થાનિક માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક કોસ્ટરને ઇન્ટરનેશન વ્યાપારમાં કન્ટેનર અને ફ્રેટ ચાર્જમાં ભાડા વધારો નડી જતા એક્સપોર્ટ ઠપ્પ થઈ જવા પામ્યું હોય તૈયાર માલના ભરાવાને કારણે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં જન્માષ્ટમીના મીની વેકેશનની જેમ શટડાઉન શરૂ થયું છે, મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયા અને વિનોદ ભાડજાના જણાવ્યા મુજબ ઇન્ટરનેશનલ માર્કેટ ઠપ્પ થઈ જતા હાલમાં ક્રમશ શટડાઉન લેવાઈ રહ્યા છે અને હાલમાં 100 જેટલા એકમોમા ઉત્પાદન કાર્ય સ્વૈચ્છીક રીતે બંધ કરાયું છે.