Saturday - Jul 04, 2026

હળવદના રાયધ્રા ગામે ઘરમાંથી 1.90 લાખના દાગીનાની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

હળવદના રાયધ્રા ગામે ઘરમાંથી 1.90 લાખના દાગીનાની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

 હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા નવઘણભાઈ સવાભાઈ પરાસરીયા (ઉ.વ.42)ના મકાનમાંથી અજાણ્યા શખ્સની કબાટના લોકરને તોડીને સોનાના કાનમાં પહેરવાના બે નંગ દોઢ તોલાના કોકરવા અને ગળામાં પહેરવાની સોનાની સાડા ત્રણ તોલાની મગમાળા આમ કુલ મળીને 1.90 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કર્યાની ફરીયાદ નોંધાતા પોલીસે ચોરાઉ મુદ્દામાલ સાથે આરોપી રાજકુમાર ભવાંસિંગ સાગરને ઝડપી લીધો હતો.