વોટ્સએપમાં વાતો કરી બાદમાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી લીધા બાદ પરત ન આપતા ફરિયાદ નોંધાઈ.
મોરબી:-મોરબીમાં સાયબર ગઠીયાએ કરન્સીમાં રોકાણના નામે રૂપિયા દોઢ કરોડની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરતા 20 દિવસ પૂર્વેના આ બનાવમાં વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,
મળતી માહિતી મુજબ મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા અને શક્તિ ચેમ્બરમાં સીમકો સેલ્સ એજન્સીના નામે વેપાર કરતા નૈમિશ કનૈયાલાલ પંડિત નામના વેપારીએ અલગ અલગ whatsapp મોબાઈલ નંબર તેમજ અન્ય 7 બેંક એકાઉન્ટ સહિત નવ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું, કે આરોપીઓએ યુએસડી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા લોભામણી સ્કીમ આપી 1,51,02,500ની જેવી અધધ રકમ ટ્રાન્સફર કરાવી લઈને આજ દિન સુધી પરત નહી આપતા છેતરપિંડી કરવા સબબ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, આ ઘટના અંગે સાઇબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.