Wednesday - Nov 05, 2025

મોરબીમાં અકસ્માતનું નાટક કરી યુવાનને લૂંટી લેનાર આરોપી ઝબ્બે

મોરબીમાં અકસ્માતનું નાટક કરી યુવાનને લૂંટી લેનાર આરોપી ઝબ્બે

આરોપી સામે અગાઉ 16 ગુના નોંધાયેલા : મોરબીમાં એક બાઇક ચોરી કર્યાનું પણ ખુલ્યું

મોરબી : મોરબીમાં આંગડીયા પેઢીમાંથી પૈસા લઈને જતા વ્યક્તિ સાથે બાઇક અથડાવી રૂ.85 હજારની રકમ પડાવી લેનાર શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. આ શખ્સે એક બાઇકની પણ ચોરી કરી હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તા.૮/૧૦/૨૦૨૫ના રોજ મોરબી આંગડીયા પેઢીમા પૈસા લઇને નીકળેલ વ્યક્તિ સાથે મોટરસાયકલ પાછળથી અથડાવી તેને હોસ્પીટલ લઇ જવાનુ કહી છરી દેખાડી રૂ.૮૫,૦૦૦/- બળજબરીથી પડાવી લીધા હોવાનો બનાવ બન્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતા સીસીટીવી કેમેરામાં બનાવને અંજામ આપનાર શખ્સ મોરબી શહેરમાં રેકી કરતો હોય તેમજ બનાવને અંજામ આપ્યા બાદ માસ્ક પહેરી હાથમાં કાળા મોજા પહેરી આંટા મારતો જોવા મળ્યો હતો.

આ શખ્સ મોરબી જુના બસસ્ટેન્ડ પાસે ધરતી ટાવરમાં આંગડીયા પેઢીઓ આવેલ હોય ત્યા બાઇક સાથે માસ્ક તથા ટોપી પહેરી આંટા મારતો હોય તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા આરોપીનું નામ ઇમસનભાઈ હાસમભાઇ કાદરી ઉ.વ.૨૪ રહે. રાજકોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ વાળો હોવાનું તથા રાજકોટથી બલેનો કાર લઇને આવીને લુંટ અથવા ચોરીને અંજામ આપવાનો હોય જે કાર શનાળા ગામ પાસે રાજકોટ હાઇવે પાસે સંતાડેલ હોવાનું જણાવતા બલેનો કાર કબ્જે કરેલ છે. તેમજ તા.૭/૧૦/૨૦૨૫ ના રોજ તેને મોટરસાયકલ ચોરી કરેલ હોય જેથી ચોરી કરેલ મોટર સાયકલ રીકવર કરી એક ધારદાર છરી તથા માસ્ક,હાથના મોજા, કાળી ટોપી તથા રોકડા રૂ.૫૧૦૦/- કબ્જે કરવામાં આવ્યા છે.

આ આરોપી વિરુદ્ધ રાજકોટમાં 15 તથા અમદાવાદમાં એક ગુનો નોંધાયેલો હોવાનું ખુલ્યું છે. આ કામગીરીમાં પીઆઇ આર.એસ.પટેલ, પીએસઆઈ જે.સી.ગોહીલ, એએસઆઈ સવજીભાઇ દાફડા, કિશોરભાઈ મિયાત્રા, વિજયદાન ગઢવી, હેડ કોન્સ. હિતેષભાઇ ચાવડા, કોન્સ. સિધ્ધરાજસીંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયદીપભાઇ ગઢવી, રવીભાઇ ચૌધરી અને અશ્વિનસિંહ સુર રોકાયેલ હતા.