Thursday - Jul 02, 2026

મોરબીના યુવા કવિ અશ્વિન રાઠોડ 'સ્વયં’ભુ'નું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સન્માન.

મોરબીના યુવા કવિ અશ્વિન રાઠોડ 'સ્વયં’ભુ'નું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સન્માન.

જળ સંરક્ષણ ક્ષેત્રે સાહિત્યિક યોગદાનની નોંધ લેવાઈ.

​મોરબી: ગઈ કાલે રાજકોટ ખાતે છેલ્લા દિવસે રાજ્યમાં જળ સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી માટે કાર્યરત નામી સંસ્થા 'ગીરગંગા પરિવાર ટ્રસ્ટ' દ્વારા આયોજિત 'જલ સાહિત્ય ઉત્સવ'માં મોરબીના જાણીતા કવિ અશ્વિન રાઠોડ (ઉપનામ: "સ્વયમ’ભુ") ને તેમની ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિઓ માટે પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું છે.
 
મોરબીના યુવા કવિ અશ્વિન રાઠોડ 'સ્વયં’ભુ'નું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સન્માન.

ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં અશ્વિન રાઠોડ 'સ્વયમ’ભુ' દ્વારા જળ જાગૃતિ અંગે લખાયેલી કવિતાની અને મૌલિક અભિવ્યક્તિની વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી.

મોરબીના યુવા કવિ અશ્વિન રાઠોડ 'સ્વયં’ભુ'નું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સન્માન.

 આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા અને જાણીતા કવિ ડૉ. કુમાર વિશ્વાસની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

​ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ ભવ્ય સન્માન સમારોહમાં માત્ર સાહિત્ય જગતના જ નહીં, પરંતુ સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓની પણ ગરિમામય હાજરી રહી હતી. મોટી સંખ્યામાં અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, વરિષ્ઠ પત્રકારો, પૂજ્ય સાધુ-સંતો તેમજ વિવિધ સાહિત્ય અને કલાકારોએ ઉપસ્થિત રહી 'સ્વયંમ’ભુ' ને પ્રોત્સાહિત કર્યા હતા.

મોરબીના યુવા કવિ અશ્વિન રાઠોડ 'સ્વયં’ભુ'નું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સન્માન.

​કવિ 'સ્વયમ’ભુ'નો આભાર સંદેશ:

આ સન્માન બદલ હર્ષની લાગણી વ્યક્ત કરતા અશ્વિન રાઠોડે જણાવ્યું હતું કે, "એક સર્જક તરીકે જ્યારે આપણી કલમ સામાજિક સુધારા અને પર્યાવરણની સુરક્ષા માટે નિમિત્ત બને છે, ત્યારે તે સાધના સાર્થક થયેલી ગણાય. આ સન્માન મને જળ રક્ષાના અભિયાનમાં વધુ વેગ સાથે જોડાવા માટે નવી ઉર્જા આપશે."

મોરબીના યુવા કવિ અશ્વિન રાઠોડ 'સ્વયં’ભુ'નું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સન્માન.

મોરબીનું ગૌરવ વધારવા બદલ કવિ અશ્વિન રાઠોડ 'સ્વયમ’ભુ' પર સોશિયલ મીડિયા અને મિત્ર વર્તુળ તરફથી અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.