Sunday - Oct 13, 2024

તમે પણ અધિકારી બની શકો છો!!! નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો સેમિનાર યોજાયો

તમે પણ અધિકારી બની શકો છો!!! નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો   સેમિનાર  યોજાયો

મોરબીની નામાંકિત નવયુગ કરીઅર એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં 600 જેટલાં સ્ટુડન્ટ્સ એ હાજર રહી સંપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન હંમેશા વિદ્યાર્થીઓના હિતને લઈને સતત ચિંતિત કહેતું હોય છે તે અનુસંધાને આજ રોજ નવયુગ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના સેમિનારનું આયોજન થયેલું હતું.આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે સ્પીપાના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને જાણીતા લેખક શૈલેષભાઇ સગપરીયાએ સ્પર્ધાત્મક પરીક્ષાનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને ક્લાસ 1/2/3 ની તમામ પરીક્ષામા સફળતા માટે માર્ગદર્શન આપેલ હતું.

તમે પણ અધિકારી બની શકો છો!!! નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો   સેમિનાર  યોજાયો

આ સેમિનારનો મુખ્ય હેતુ બિન અનામત વર્ગમાં આવતા અને ધોરણ 12 માં 60% ઉપર જે વિદ્યાર્થીઓ મેળવેલ છે તે વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની સ્કોલરશીપ મળે છે તે અંગે માહિતગાર કરી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામા
આવશે તેમજ ટોપ લેવલની ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલું સંપૂર્ણ તૈયાર પરીક્ષાલક્ષી મટીરીયલ પણ આપવામાં આવશે.
      સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મોરબીના તમામ વિદ્યાર્થીઓને પણ આ સ્કોલરશીપનો લાભ મળવાપાત્ર છે.તારીખ 7/ 8 /9 ઓગસ્ટના રોજ ડેમો લેક્ચરનું આયોજન કરેલ છે. ડેમો લેક્ચર માટે મોં.9727247472 પર અચૂક રજીસ્ટ્રેશન કરાવી લેશો.

તમે પણ અધિકારી બની શકો છો!!! નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો   સેમિનાર  યોજાયો

આ સેમિનારમા સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા તેમજ તમામ કોલેજના વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા.

તમે પણ અધિકારી બની શકો છો!!! નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો   સેમિનાર  યોજાયો