Friday - Oct 09, 2026

મોરબીના આમરણ નજીક ચણા ભરેલો ટ્રક પલ્ટી જતા શ્રમિકનું મોત

મોરબીના આમરણ નજીક ચણા ભરેલો ટ્રક પલ્ટી જતા શ્રમિકનું મોત

મોરબીના આમરણ ગામે રહેતા વલીમામદભાઈ ઉમરભાઈ જામ ઉ.45 નામના શ્રમિકે જીજે - 14 - ઝેડ-5777 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.5 મેના રોજ ટ્રક ચાલક ચણા ભરેલી ટ્રક લઈ અન્ય જગ્યાએ ચણા ભરવા જતો હતો ત્યારે ફરિયાદીના ભાઈ કાદરભાઈ ઉમરભાઈ જામ રહે.બેલા આમરણ વાળા ટ્રકના ઠાઠામાં બેઠા હતા અને સાહેદ સમીરભાઈ તેમજ અમિતભાઈ ટ્રકની કેબિનમાં બેઠા હતા. આ વેળાએ ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઈથી પુરઝડપે ચલાવતા આમરણની ગોળાઈમાં ટ્રક પલ્ટી મારી જતા ચણાની ગુણી નીચે કાદરભાઈ દટાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા કાદરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે સમીરભાઈને ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી જતા બનાવ અંગે મૃતક કાદરભાઇના ભાઈની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.