મોરબી : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કમાન્ડર સીરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની હરિબાઈ ભાગચંદ વંશલ નામના મહિલાને ફેકટરીમાં કામ કરતી વેળાએ પગમાં ટાઇલ્સ વાગ્યા બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તબિયત્ત સારી થયા બાદ ઝાડા ઉલટી થતા ફરી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તબિયત લથડતા અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતી.શ્રમિક મહિલાના મૃત્યુ બાદ પીએમ રિપોર્ટમાં શરીરમાં લોહીની કમી સર્જાતા મૃત્યુ થયાનું સામે આવ્યું છે.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.