મોરબી : મોરબી તાલુકાના બેલા રંગપર ગામની સીમમાં આવેલ મુરાનો સિરામિક ફેકટરીમાં આવેલ લેબર કવાટર્સમાં રહેતી સુનિતાબેન પ્રિતમભાઈ ભીલાલા ઉ.વ.16 નામની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.