મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ મોરબી દ્વારા દિવાળીનાં પાવન પર્વ નિમિત્તે ઉમિયા આશ્રમ ખાતે મીઠાઈ તથા ફરસાણ બનાવી અનૌપચારિક વસાહત (ઝુપડપટ્ટીના) 5 વિસ્તારો દલવાડી સર્કલ, નવલખી ફાટક, મચ્છુ નદી કાંઠે, ખાખરાડા બાયપાસ હાઈવે, રવાપર ઘુનડા રોડ પર રહેતાં લોકો માટે સામાજિક સમરસતાનાં ભાગરૂપે 600 થી વધુ પેકેટ ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરી બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.