આવાસોના ડીપીઆર માટે સરકારમાંથી મંજૂરી મળી
મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦૪ આવાસોના DPR માટે સરકારમાંથી મંજુરી મળી છે. આવા આવાસોના કામોની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાભાર્થી દ્વારા આવાસ બાંધકામની શરૂઆત કરવામાં આવશે. આ આવાસના બાંધકામ માટે સરકાર દ્વારા ચાર તબક્કામાં રકમ રૂ. ૪ લાખની સહાય આપવામાં આવશે.
સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી)નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ તમામ હવામાનને અનુરૂપ ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવેલ હોઈ તેવા બેનીફીશીયરી લેક કન્સ્ટ્રકશન (BLC) અંતર્ગતના ફેઝ-૧ ના ૯૯ આવાસ અને ફેઝ-૨ ના ૧૦૫ આવાસ આમ કુલ-૨૦૪ આવાસોના DPR માટેની સરકારમાંથી મંજુરી મળેલ છે. આવા આવાસોના કામોની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાભાર્થી દ્વારા આવાસ બાંધકામની શરૂઆત કરવામાં આવશે. આ મંજુર થયેલ આવાસો માટે યોજનાની ગાઈડલાઈન મુજબના બાંધકામોમાં સરકાર દ્વારા નિયમોનુસાર ચાર તબક્કામાં રકમ રૂ. ૪.૦૦ લાખની સહાય ફાળવવામાં આવશે તેમ મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવેલ છે.