Monday - Jul 06, 2026

મોરબીના રામધન આશ્રમમાં ઉમિયા માતાજીનો 21 માં પાટોત્સવની ઉજવણી કરાઈ

મોરબીના રામધન આશ્રમમાં ઉમિયા માતાજીનો 21 માં પાટોત્સવની ઉજવણી કરાઈ

મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો 21 મો પાટોત્સવ  મહંત ભાવેશ્વરી માં તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના સાનિધ્યમાં ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે યજ્ઞ, મહાઆરતી મહાપ્રસાદ તેમજ કાલીકાનગર ખાતે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ચુનીભાઈ કાવર, ત્રિભોવનભાઈ,   ભાલોડીયા ઓડીયા સાહેબ, ઠાકરશીભાઈ, પાંચોટિયા, ભુદરભાઈ દેત્રોજા, અશ્વિનભાઈ દેત્રોજા, નરશીભાઈ શેરસિયા , રમેશભાઈ શેરસિયા, જગદીશભાઈ ખાવડીયા, કેતનભાઈ બોપલીયા , જયંતિભાઈ શેરસિયા, કેશુભાઈ દલસાડીયા,  દેવકણભાઈ મોરડીયા, મહાદેવભાઈ ચિખલીયા, દિલીપભાઈ, રાજુભાઈ, વગેરે જોડાયા હતાં અને આશ્રમના સેવક બહેનો ભાઈઓ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવ્યું છે

મોરબીના રામધન આશ્રમમાં ઉમિયા માતાજીનો 21 માં પાટોત્સવની ઉજવણી કરાઈ