Friday - Jul 24, 2026

માળીયા નજીક અલગ અલગ બનાવમાં ડૂબી જતાં બેના મોત

માળીયા નજીક અલગ અલગ બનાવમાં ડૂબી જતાં બેના મોત

માળીયા મિયાણા તાલુકાના મોટીબરાર જસાપર ગામના તળાવમાં ડૂબી જવાથી મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કોલદેગામના વતની વિષ્ણુ રવીન્દ્રભાઈ ભીલ ઉ.18નું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. માળીયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા પીયૂષભાઈ નાથાભાઇ ખાંભલીયા ઉ.17 નામનો સગીર તળાવમાં ન્હાવા જતા પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.