મોરબી : વાંકાનેર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે અલગ અલગ બે દરોડામાં વીસીપરા અને મિલપ્લોટ વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા બે આરોપીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે વાંકાનેર શહેરમા અલગ અલગ સ્થળે જુગાર દરોડાની કાર્યવાહી કરી હતી જેમાં પ્રથમ દરોડામાં મિલપ્લોટ વિસ્તારમાંથી આરોપી ફિરોઝ હસનભાઈ કટિયા રહે.મિલ પ્લોટ વાળાને રોકડા રૂપિયા 1450 સાથે તેમજ વીસીપરા વિસ્તારમાં જિતેન્દ્ર ગોરધનભાઇ નગવાડિયાને રોકડા રૂપિયા 1250 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે સીટી પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.