એકાદ મહિના પૂર્વે પ્રેમસંબંધમાં યુવકની હત્યા થતા તેના પરિવારજનોએ દોઢ લાખનું નુકશાન કર્યાની ફરિયાદ
મોરબી : મોરબી નજીક પીપળીયા ચોકડી પાસે એકાદ મહિના પૂર્વે નવી નવલખી ગામના યુવકની પ્રેમસંબંધ મામલે હત્યા થયાના બનાવના મૃતક યુવકના પરિવારજનોએ હત્યા કેસમાં સંડોવાયેલ આરોપીના નવલખી સ્થિત મકાનમાં તોડફોડ કરી ઘર વખરીમાં આગ ચાંપી દઈ દોઢ લાખનું નુકશાન કર્યાની ફરિયાદ માળીયા મિયાણા પોલીસ મથકમાં નોંધાઇ છે.
માળીયાના મૂળ નવી નવલખી અને હાલમાં જામનગર રહેતા બાનુબેન અભરામભાઈ સાઈચા ઉ.વ.45 નામના મહિલાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.11 મેના રોજ તેમના ગામના અબ્બાસ અબ્દુલભાઇ સોતા નામના યુવકની હત્યાનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી બાનુબેનનો પુત્ર હુસેન અભરામભાઈ સાઈચા આરોપી હોય મૃતક અબ્બાસના સગા વહાલાઓએ એક સંપ કરી બાનુબેનના મકાનના ગેરકાયદે પ્રવેશ કરી ઘરવખરી સળગાવી નાખી રૂપિયા દોઢ લાખનું નુકશાન કર્યું હતું.
વધુમાં આ બનાવ અંગે બાનુબેને આરોપી ઇબ્રાહીમ હારૂનભાઇ સોતા, ઇશાક કરીમભાઇ પઠાણ, શકીનાબેન અબ્બાસભાઇ સોતા, સલમાબેન હશનભાઇ સોતા, ફરીદાબેન સુલતાનભાઇ સોતા, શેરબાનુ ઇમરાનભાઇ સોતા રહે.બધા નવી નવલખી ગામ તા.માળીયા અને રીહાના ઇબ્રાહીમભાઇ સોતા રહે.વવાણીયા ગામ તા.માળીયા વાળાઓ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.