Friday - May 08, 2026

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાના પ્રભારી, સહ પ્રભારીની વરણી

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાના પ્રભારી, સહ પ્રભારીની વરણી

આમ આદમી પાર્ટી ગુજરાતના મિશન 2027 અંતર્ગત પ્રદેશમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોરબી જિલ્લાના ત્રણ વિધાનસભાના પ્રભારી તથા સહ પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે.
 

જેમાં ટંકારા વિધાનસભાના પ્રભારી તરીકે પંકજભાઈ રાણસરીયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વાંકાનેર વિધાનસભાના પ્રભારી તરીકે પંકજભાઈ આદ્રોજાની નિમણૂક કરવામાં આવી છે. મોરબી માળિયા વિધાનસભાના પ્રભારી તરીકે મહાદેવભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. સાથે વાંકાનેર વિધાનસભા સહ પ્રભારી તરીકે અર્જુનસિંહ વાળા અને ઉસ્માન ગનીભાઈ બાદીની નિયુક્તિ કરવામાં આવી છે.