Monday - Oct 05, 2026

માળિયા તાલુકાના વિજયનગર (માણાબા) ગામે ઘરફોડ ચોરી

માળિયા તાલુકાના વિજયનગર (માણાબા) ગામે ઘરફોડ ચોરી

માળિયા તાલુકાના વિજયનગર (માણાબા) ગામે રહેતા જેઠાભાઇ રેવાભાઈ ઉધરેજાના મકાનમાં ગતરાત્રે તસ્કરોએ ત્રાટકીને ચોરી કરી ગયાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે. જેમાં તસ્કરોએ ઘરની પાછળની ગ્રીલ તોડી ત્યાંથી પ્રવેશી કબાટના લોક તોડ્યા હોય પણ કબાટમાં દાગીનાના ખાલી ખોખા અને રોકડ હોવાથી તસ્કરો રૂ 40 હજારની રોકડની ચોરી કરી ગયા હતા.આ ઘરફોડ ચોરી બાદ બાજુના મકાનમાં ચોરીનો પ્રયાસ કરતા તે ઘરના લોકો જાગી જતા તસ્કરો ઉભી પૂછડીયે ભાગ્યા હતા.ગામમાં આ ચોરીના બનાવથી ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે.