મોરબી : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે સુનિલભાઈ માધવજીભાઈ વિડજાની વાડીમાં કામ કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની ખેત શ્રમિક હસમુખભાઈ જેનિયભાઈ નાયકા ઉ.વ.31 ગત તા.28ના રોજ કપાસમાં દવા છાંટતા હતા ત્યારે બીજા દિવસે દવાની અસર થતા જેતપર બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.